Gujarat Loksabha Seats : 25 બેઠકો પર કોની કોની સાથે થશે ટક્કર? જાણી લો ઈન્ડિયા ગઠબંધન અને બીજેપીના ઉમેદવારનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2024-05-06 18:43:21

ગુજરાતમાં આવતી કાલે મતદાન થવાનું છે. 25 બેઠકો માટે મતદાન પ્રક્રિયા થવાની છે. ગુજરાતમાં 26 બેઠકો છે પરંતુ સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ગયા હતા જેને કારણે ત્યાં મતદાન નથી થવાનું.. ગુજરાતની બાકીની 25 બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો છે. મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે કયા ઉમેદવાર ક્યાંથી અને તેમની સામે કયા ઉમેદવાર છે તે જાણી લો.. કયા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. અનેક જાણીતા ચહેરાઓનું ભવિષ્ય આવતી કાલે નક્કી થવાનું છે..    


વડોદરા બેઠક એવી હતી જ્યાં ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલ્યા છે. પહેલા રંજનબેન ભટ્ટને ટિકીટ આપી હતી પરંતુ તે બાદ તેમણે અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો અને તે બાદ ડો. હેમાંગ જોશીને ઉમેદવાર બનાવ્યા. આવી જ વસ્તુ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર પણ જોવા મળી. ત્યાં પણ  ઉમેદવારને બદલવામાં આવ્યા.. 

 

આવતી કાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. લોકસભા બેઠકની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો માટે પણ પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે.   


 




વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.