Gujarat : હિટવેવની આગાહી વચ્ચે કરાઈ માવઠાની આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે અને પરેશ ગોસ્વામીએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-09 18:09:59

સામાન્ય રીતે વરસાદની આગાહી અંગેની વાતો ચોમાસા દરમિયાન થતી હોય છે. આજે આ જગ્યા પર વરસાદ થશે, આ વિસ્તારમાં વરસાદની સંભાવના છે વગેરે વગેરે.. પરંતુ હવે તો સિઝન ગમે તે કેમ ન હોય પરંતુ વરસાદની વાત કરવી પડે છે... શિયાળાની સિઝનમાં પણ માવઠું આવ્યું હતું ત્યારે ઉનાળાની સિઝનમાં પણ માવઠું આવશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ થશે જ્યારે અનેક વિસ્તારોમાં હીટવેવની અનુભૂતિ થશે... ક્યાંક હિટ વેવની અસર રહેશે તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ક્યાંક ગરમી તો ક્યાંક છુટો છવાયો વરસાદ!  

ધીરે ધીરે રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગરમીનો અહેસાસ ધીરે ધીરે થવા લાગ્યો હતો ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી ચાર દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ સાથે કચ્છમાં કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હિટવેવની શક્યતાઓ છે. તે બાદ 13થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 


ક્યારે અને ક્યાં આવશે મુસીબતનું માવઠું?

જ્યારે જ્યારે માવઠાની આગાહી કરવામાં આવે છે ત્યારે ત્યારે જગતનો તાત ચિંતિત થઈ જતો હોય છે. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવતો હોય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 13 એપ્રિલના રોજ નવસારી, વલસાડ અને સુરતમાં હળવા વરસાદની શક્યતાઓ છે. તે સિવાય 14 અને 15 એપ્રિલના રોજ છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ થશે છે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે એક તરફ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈ પણ આગાહી કરવામાં આવી છે. 


પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદને લઈ કરી આ આગાહી

વરસાદની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 13 તારીખ સુધી ભારે ગરમીનો અહેસાસ થશે હિટવેવની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી છે. તે ઉપરાંત 10 તેમજ 11 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અને 13થી 16 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના અનેક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં આટલા ફેરબદલ આવી રહ્યા છે. જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.