આ તારીખથી યોજાવાની છે ગુજરાત MLA Cricket League, ક્રિકેટના મેદાનમાં ધારાસભ્યો લગાવશે ચોગ્ગા અને છગ્ગા!


  • Published By :
  • Published Date : 2023-03-18 10:23:52

ગુજરાતના ધારાસભ્યો ચૂંટણી મેદાનમાં તો ઉતરેલા જોવા મળતા હોય છે પરંતુ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો ક્રિકેટ મેચના મેદાનમાં ક્રિકેટ મેચ રમવા ઉતરવાના છે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે મેચ યોજાવાની છે. જેને નામ આપવામાં આવ્યું છે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2022-23. મળતી માહિતી અનુસાર 20 માર્ચ,27 માર્ચ અને 28 માર્ચના રોજ મેચ રમાવાની છે.

2 43


કોબા ખાતે આવેલા સ્ટેડિયમમાં યોજાશે મેચ  

આ વખતની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ થઈ રહી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બનતી હોય. ધુળેટીની ઉજવણી વિધાનસભામાં પ્રથમ વખત થઈ હતી ત્યારે પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચ યોજાવાની છે. 20,27 અને 28 માર્ચે  ક્રિકેટ મેચનું આયોજન થઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. કોબા ખાતે આવેલા ખાનગી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. 

1 40

Gujarat MLA Cricket league

28 માર્ચે યોજાશે ફાઈનલ મેચ 

ક્રિકેટ મેચનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટીમોની વાત કરીએ તો તેમાં 10 જેટલી ટીમ બનાવવામાં આવી છે. બનાસ, વિશ્વામિત્રી, તાપી, ભાદર. સરસ્વતી, ક્ષેત્રુંજી, સાબરમતી, નર્મદા,મહીસાગર અને મીડિયા ટીમો બનાવવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ 20 માર્ચે યોજાવાનો છે. સાંજે 7 વાગ્યાથી આ મેચનો પ્રારંભ થવાનો છે. 28 તારીખે ફાઈનલ મેચ રમાવવાની છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કયા ધારાસભ્યો કેટલા ચોગ્ગા-છગ્ગા મારશે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે