Gujarat - એક તરફ શિક્ષકોની ભરતીની માગ તો બીજી તરફ આટલી સરકારી શાળાઓમાં છે માત્ર એક શિક્ષક.. જાણો આંકડા


  • Published By :
  • Published Date : 2024-08-03 11:22:10

ગુજરાતમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક બાળકો એવા છે જેમને ભણવું છે પરંતુ શિક્ષકો નથી અને અનેક શાળાઓને તાળા એટલા માટે લગાવવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા નથી.. અરવલ્લીથી સમાચાર આવ્યા કે અનેક સરકારી શાળાને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. વિદ્યાર્થીઓ નથી આવતા અનેક શાળામાં એ વાત સાચી હશે પરંતુ અનેક શાળાઓ જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં શિક્ષકો નથી મૂકાયા. 

ટેટ ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતીની માગ

ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધારે ચાલે છે. અનેક શાળાઓ એવી છે જ્યાં ઓરડા નથી.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન પણ કર્યું.. અનેક વખત રજૂઆત કરવા માટે ગાંધીનગર પણ ગયા પરંતુ તેમની સાથે કરવામાં આવતો વ્યવહાર આપણે જોયો છે.. શાળામાં જ્યાં સુધી શિક્ષકો નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણી શકશે?



આટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક

ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાનસહાયકનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. 1600 જેટલી સરકારી શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને 340 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ ઓરડો છે.  મહત્વનું છે કે સરકાર ભણતર પાછળ હજારો કરોડ રુપિયા વાપરે છે પરંતુ તો પણ ગુજરાતમાં ભણતરનું સ્તર શું છે તે આપણે જાણીએ છીએ.. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.