Gujarat : સ્માર્ટ મીટરનો વિરોધ! આવેદન પત્રો આપી આપે નોંધાવ્યો વિરોધ, સાંભળો સ્માર્ટ મીટરને લઈ શું કહ્યું Gopal Italiaએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 16:44:12

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્માર્ટ મીટરની ચર્ચા તેમજ સ્માર્ટ મીટરના વિરોધની ચર્ચા ચાલી રહી છે.. અનેક લોકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામા આવી તો હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો  વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રો આપવામાં આવી રહ્યા છે.. પ્રતિ મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.., 

લોકોની ગેરસમજ દૂર કરવા સરકાર કરી રહી છે પ્રયાસ

સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતમાં અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. લોકોનો એવો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવે છે.. લોકોની ગેરસમજણ દૂર કરવા માટે અને વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી માહિતી સામે આવી હતી કે પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે જેને કારણે લોકોને વિશ્વાસ બેસે.. આ બધા વચ્ચે સ્માર્ટ મીટરને લઈ રાજકારણ ગરમાયું છે.  થોડા દિવસ પહેલા અમિત ચાવડાએ આ મુદ્દે વાત કરી હતી ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે...      


સરકારને ઘેરવાનો આપનો પ્રયાસ! 

આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સાથે જ આવેદન પત્રમાં  સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની સાથે દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ગોપાલ ઇટાલિયાની આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ સ્માર્ટ મીટરના નિર્ણય ને બુદ્ધિવગરની યોજના કહી છે. મહત્વનું છે કે ઈસુદાન ગઢવીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈ તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે