ગુજરાત પેન્શનર સંકલન સમિતિ માગ સાથે મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 14:21:36

પોતાના વોટ બેંકને જાળવી રાખવા રાજકીય પાર્ટીઓ ચૂંટણી નજીક આવતા અનેક પડતર માંગણીઓનો સ્વીકાર કરી પોતાની વાહ-વાહી કરાવતી રહે છે. ત્યારે પોતાની પડતર માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ મેદાનમાં આવી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતના સોમનાથ ખાતે યોજાયું હતું. સમિતિએ નિર્ણય લીધો હતો કે રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા ચાર મહાનગરોમાં કલેક્ટરને આવેદન પાઠવી અને સૂત્રોચ્ચાર કરશે.  


2021માં કરી હતી સરકારને રજૂઆત 

પોતાની માગણીઓ વિશે સરકારનું ધ્યાન દોરાવવા માટે 7 ડિસેમ્બર 2021ના રોજ તેઓએ ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવ્યો હતો. દરેક જિલ્લા મથકે મૌન ધારણ કરી આવેદન પત્ર પાઠવ્યા હતા. પરંતુ ઘણો સમય વિતી ગયા પછી પણ માંગણીઓ ના સ્વીકારાતા પેન્શનર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તરફથી સકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવુ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિના પ્રમુખે જણાવ્યું હતું. તે ઉપરાંત જરૂર પડશે તો દિલ્હીના જંતર મંતર ખાતે મોટા પાયે ધરણા તેમજ સૂત્રોચ્ચાર કરવાની પણ તૈયારી તેઓએ દર્શાવી હતી. જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોના પેન્શનરો મંડળો પણ ટેકો આપશે.


પેન્શનર્સની 10 પડતર માંગણીઓ 

2004થી અમલમાં આવેલી નવી પેન્શન નીતિ રદ કરવી, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો. સિનીયર સિટીઝને રેલ્વે તથા હવાઈ મુસાફરીના બંધ કરેલા લોભો સત્વરે ચાલુ કરવા.વ્યાજના દર ઘટતાં રૂપાંતરિત પેન્શનની કપાત 15 વર્ષના બદલે 12 વર્ષ પૂર્ણ કરી પુરૂ પેન્શન આપવું. નિવૃત્તિ કર્મચારીઓ સામે ના ખાતાકીય તપાસના કે કોર્ટ કેસનો નિકાલ શક્ય તેટલા વહેલા કરવા જેથી અટકાવેલ સેવાકીય લાભો સમયસર મળી રહે.        


પડતર માગણીઓ સાંભળવવા સરકારે બનાવી છે કમિટી    

ચૂંટણી નજીક આવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ બિન સરકારી લોકોએ પોતાની પડતર માગણી સરકાર સમક્ષ રજુ કરવા માટેનો ગોલ્ડન ટાઈમ માનતા હોય છે. ત્યારે સરકારે અનેક પડતર માગણીને સાંભળવવા 5 મંત્રીઓની કમિટીની રચના કરી છે. ત્યારે આ લોકોની પડતર માગણીઓ સ્વીકારાશે કે તેમણે પણ લોલીપોપ આપવામાં આવશે તે આવનારો સમય દેખાડશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.