શ્શશશશ! અહીં અવાજ ઉઠાવવાની મનાહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:46:40


અરવલ્લીના ઈસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI જયદીપસિંહ વાઘેલાને પોલીસ પરિવારની મહિલાઓને ઉશ્કેરવા બદલ મોડી રાત્રે સસ્પેન્શનનો ઓર્ડર આપ્યો હતો. 


હક માટે આવાજ ઉઠાવશો તો થશે કાર્યવાહી

જાન્યુઆરી મહિનાની વાત છે. પોલીસ પરિવારની મહિલાઓ ગ્રેડ-પેના મુદ્દા મામલે ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધરણા પર બેસી હતી. પોલીસે તમામ મહિલાની અટકાયત કરી હતી. આટલો સમય વિત્યા બાદ મહિલાને ઉશ્કેરવા બાબતે ઈસરી પોલીસ મથકના ASI જયદીપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દીધા હતા.


જમાવટ મીડિયાએ ASI જયદીપસિંહ વાઘેલા સાથે કરી વાત...

જમાવટ મીડિયાએ સમગ્ર મામલે ASI જયદીપસિંહ વાઘેલા સાથે ટેલિફોનિક ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, પોલીસ પરિવાર સાથે શરૂઆતથી જ ખોટું થયું છે. જો કે મહિલાઓને ઉશ્કેરવામાં મારો કોઈ હાથ નથી. હું તેમનું રક્ષણ કરવા ગયો હતો. છતાં પોલીસ વિભાગનો નિર્ણય મને મંજૂર છે. જો કે, જૂની વાત પૂરી થઈ ગઈ છે અને હાલ બાહેંધરી અપાવવાનો મુદ્દો ચાલી રહ્યો છે. પોલીસના કોઈ કર્મચારી બાહેંધરી પત્રક પર સહી કરવા નથી ઈચ્છતા પરંતુ તેઓ ડરના કારણે કરવું પડી રહ્યું છે. મને સસ્પેન્ડ માત્ર દાખલો બેસાડવા માટે કર્યો છે. કે જો કોઈ વિરોધ ઉઠે તો અરવલ્લીના ઈસરીનું ઉદાહરણ દેખાડવા થાય કે જો વિરોધ કરશો તો સસ્પેન્ડ કરી દેવામાં આવે. મારું સસ્પેન્શન પોલીસ કર્મચારીના અવાજ દબાવવા માટે કરાયું છે.



ASI જયદીપસિંહના શબ્દે સમગ્ર ઘટના 

જાન્યુઆરી મહિનામાં પોલીસ પરિવારની મહિલાઓ હાથમાં બંધારણનું પુસ્તક લઈ ગ્રેડ-પે આપવા મામલે ગાંધીનગર સેક્ટર-27 ડિએસપી ઓફિસ સામે ધરણા પર ઉતરી હતી. ત્યારે મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી અને 8 વાગ્યા સુધી તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે હું ડ્યૂટી પર હતો, ડ્યૂડી પૂરી કરી હું મહિલાઓને મળવા ગયો હતો કારણ કે તેમાં મારા ધર્મ પત્ની પણ હતા. તે સમયે મારા પર મારા ઉપરી અધિકારીઓએ ગેરવર્તણૂક કરી હતી. જાન્યુઆરી 2022ની 10 તારીખે અમે સંદેશ ન્યૂઝ ચેનલમાં ડીબેટ માટે ગયા હતા. રાત્રીનો સમય હતો એટલા માટે અને કોઈ મહિલાઓને ઉશ્કેરે નહીં એટલે હું મહિલાઓ સાથે ગયો હતો. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને મારા પર ગેરશિસ્તની  કાર્યવાહી કરવામાં અને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પરંતુ હું કોઈને ભડકાવવા નહોતો ગયો હું માત્ર મહિલાઓ હતી એટલા માટે તેમની સાથે કોઈ દુર્વ્યવહાર ના થાય એટલા માટે ગયો હતો. મારા પર કાર્યવાહી થઈ તે અયોગ્ય છે પરંતુ હું તેનું સન્માન કરું છું



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે