Gujarat Politics : BJPએ 26 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા પરંતુ Congressને આ બેઠકો માટે નથી મળ્યા મૂરતિયા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 15:14:06

એક તરફ લોકસભા બેઠકના ઉમેદવારને લઈ ભાજપમાં કકળાટ ચાલી રહ્યો છે. ઉમેદવારો બદલાવાને કારણે સમર્થકો નારાજ દેખાઈ રહ્યા છે. વિરોધ પણ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો અંગે મનોમંથન ચાલી રહ્યું છે તેવું લાગે છે કારણ કે ઘણો સમય વિત્યો પરંતુ ગુજરાત માટે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી. ગુજરાતની બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત નથી કરવામાં આવી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણાનો સમાવેશ થાય છે.


કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી જ્યારે ભાજપે નથી આપી ટિકીટ 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓમાં ફેલાયેલો રોષ બહાર સામે આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ અનેક બેઠકો પર થઈ રહ્યો છે. એક વિવાદ શાંત નથી થતો ત્યાં તો બીજો વિવાદ શરૂ થઈ જાય છે! જ્યારે ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે એવું માનવામાં આવ્યું હતું, એવા સમાચાર સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોને ટિકીટ નહીં આપે જ્યારે કોંગ્રેસ ધારાસભ્યોને ટિકીટ આપશે.. એવું જ જોવા પણ મળ્યું.. કોંગ્રેસે ધારાસભ્યોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર, અનંત પટેલને ટિકીટ આપી છે.


આ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો નથી કર્યા જાહેર 

26 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ 7 બેઠકો માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈ મનોમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. પૂર્વ સાંસદો, ધારાસભ્યો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે જેને કારણે કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી તેમાં નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, જૂનાગઢ, વડોદરા અને મહેસાણા માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. મહત્વનું છે કે આમાંથી એક બેઠક એવી છે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરી દીધા હતા પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે. 


પેટા ચૂંટણીને લઈ પણ ઉમેદવાર નથી કરાયા જાહેર 

એક તરફ કોંગ્રેસને લોકસભાના ઉમેદવાર નથી મળી રહ્યા તો બીજી તરફ ભાજપે તો પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી. પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. તેના માટે પણ કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી માટે અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જોવાનું રહ્યું કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? ભાજપના કયા ઉમેદવાર સામે કોંગ્રેસ કોને ઉભા રાખે છે તે પર સૌ કોઈની નજર રહેલી છે....       




જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ સીઝ થઈ ગયા છે. જેને કારણે ઉમેદવારોને મતદાતાઓને આર્થિક સહાયની અપીલ કરવી પડી રહી છે.. ગેનીબેન ઠાકોર, લલિત વસોયા સહિતના ઉમેદવારોએ આ પ્રકારની અપીલ કરી છે ત્યારે નવસારી બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ પણ આવી અપીલ કરતો વીડિયો શેર કર્યો છે તેવી માહિતી સામે આવી છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળવાની છે. મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટન ઈલેક્શન યાત્રા પહોંચી હતી બનાસકાંઠા. ત્યાં ભાજપ અને કોંગ્રેસના બંનેના સમર્થકો મળ્યા..

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજની પરષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માગી છે...