Gujarat Politics : આવનાર 6 મહિનાની અંદર વાવમાં યોજાશે પેટા ચૂંટણી, સાંસદ તરીકે ચૂંટાતા Geniben Thakor આપશે ધારાસભ્ય પદેથી રાજીનામું..


  • Published By :
  • Published Date : 2024-06-12 10:45:02

2022માં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું. લોકસભાની ચૂંટણી સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. જ્યારે ધારાસભ્યનું પદ ખાલી થાય છે ત્યારે તે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાતી હોય છે. બનાસકાંઠાના વાવમાં ફરી એક વખત ચૂંટણી યોજાશે. ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવાના છે.. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે જેને કારણે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. આવનાર 6 મહિનાની અંદર અંદર વાવમાં પેટા ચૂંટણી યોજાશે.. 13 જૂને વિધાનસભા અધ્યક્ષને ગેનીબેન ઠાકોર રાજીનામું સોંપવાના છે.



વાવના મતદાતાઓએ ફરી કરવું પડશે મતદાન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ છે.. ભાજપનું સંખ્યાબળ વધીને 161 થઈ ગયું છે વિધાનસભામાં.. 2024માં પેટા ચૂંટણી યોજાઈ તેનું કારણ હતું કે ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું.. ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું જેને કારણે  ત્યાંના મતદાતાઓએ ફરી એક વખત મતદાન કરવું પડ્યું.. ત્યારે વાવમાં આવનાર 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી આવતી કાલે એટલે કે13 તારીખે રાજીનામું વિધાનસભા અધ્યક્ષને સોંપવાના છે. 


જીતેલા ઉમેદવારોએ લીધા ધારાસભ્ય તરીકેના શપથ 

ભારતીય જનતા પાર્ટીને 2022 વિધાનસભા ચૂંટણીમાં 156 સીટો મળી. તે બાદ થોડા સમયની અંદર પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાયું અને પેટાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત થઈ. ગઈકાલે પાંચેય ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા. ત્યારે 6 મહિનાની અંદર પેટા ચૂંટણી યોજાશે વાવમાં કારણ કે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાના છે. 



વાવના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર

13 તારીખે તે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે. મહત્વનું છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે અને હવે વિધાનસભામાં નહીં પરંતુ સંસદ ભવનમાં જોવા મળશે. પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તેમજ કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તેની પર સૌ કોઈની નજર રહેશે.. જો વાવની વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો 162 સંખ્યા બળ વિધાનસભામાં થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે