Gujarat Politics : એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે Jawahar Chawda કોંગ્રેસમાં જવાના છે અને પેટા ચૂંટણી લડશે, સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-25 17:41:42

ભાજપમાં ભરતી મેળો થતો અનેક વખત જોયો છે. અનેક નેતાઓ, ધારાસભ્યો ચૂંટણી નજીક આવતા ભાજપમાં જોડાઈ જતા હોય છે. તાજેતરમાં અનેક એવા ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપના નેતા જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જઈ શકે છે. આવી ચર્ચાઓ થવા પાછળ પણ અનેક કારણો હતા જેમ કે ઘણા સમયથી તે ભાજપના કાર્યક્રમોમાં નથી દેખાઈ રહ્યા. પરંતુ આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સ્પષ્ટતા આપી છે. તેમણે લખ્યું કે હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ...

એવી ચર્ચાએ જોર પકડ્યું કે જવાહર ચાવડા કોંગ્રેસમાં જઈ શકે છે!

સવારથી એવી  ચર્ચાએ જોર પકડ્યું હતું કે જવાહર ચાવડા ભાજપ છોડી કોંગ્રેસમાં જતા રહેશે. કોંગ્રેસમાં ભરતી મેળો યોજાશે તેવી વાતો સોશિયલ મીડિયામાં ચાલતી હતી. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે ત્યારે આવી ચર્ચાઓ પર વધારે ધ્યાન આપવામાં આવતું હોય છે. સવારથી જ્યારે આવી ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે જમાવટની ટીમે જવાહર ચાવડાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક ના થઈ શક્યો હતો.. જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે તેવી વાતો ચાલી રહી હતી. મહત્વનું છે કે તે પહેલા કોંગ્રેસમાં હતા, તે પક્ષ છોડીને ભાજપમાં જતા રહ્યા હતા. એવું પણ લાગતું હતું કે તે કોંગ્રેસમાં જશે તો તે પેટા ચૂંટણી પણ લડી શકે છે.

Image

સોશિયલ મીડિયા પર જવાહર ચાવડાએ આપી સ્પષ્ટતા... 

આ બધા વચ્ચે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફાર ના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપૂર્ણ રીતે ભાજપા સાથે જ જોડાયેલો છું અને રહીશ.. આ ચર્ચાઓએ જોર એટલે પકડ્યું કારણ કે હાલમાં પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જવાહર ચાવડા હાજર રહ્યા નહોતા.


જવાહર ચાવડા આવે છે અને આવશેની વાતો ચાલી હતી પણ કાર્યક્રમ પૂર્ણ થયો છતાં તેઓ આવ્યા નહીં. છેલ્લા કેટલાક વખતથી નારાજ હોવાને કારણે જવાહરભાઈ ચાવડાએ પક્ષના જ નહીં, સરકારી કાર્યક્રમમાં જવાનું પણ ટાળ્યુ છે. એટલું જ નહિ 14 માર્ચના દિવસે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.