Gujarat Politics : વધુ એક ધારાસભ્ય આપી શકે છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું! જાણો ક્યાંય તમારા વિસ્તારના ધારાસભ્ય તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-01-25 10:46:16

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારી કરવામાં આવી રહી છે. મતદાતાઓએ કોને વોટ આપવો તે અંગે વિચારી પણ રહ્યા હશે કદાચ.. પરંતુ ગુજરાતની અનેક વિધાનસભા બેઠકોના મતદાતાઓને પેટા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે કારણ કે એવી માહિતી સામે આવી છે કે વધુ એક ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. માહિતી અનુસાર લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. તે સિવાય વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામાની રેસમાં આગળ ચાલી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે. 


વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મામલે મહત્વનો ખુલાસો, શપથવિધિમાં નહીં રહે હાજર,  કારણ પણ જણાવ્યું | Explanation of Independent MLA from Vadodara to Waghodia

ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું

ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. લોકસભા ચૂંટણી પહેલા અનેક નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ ભરતી મેળો ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધું હતું. તે ઉપરાંત આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા જોડ-તોડની રાજીનીતિ શરૂ થઈ જતી હોય છે. આ વખતે પણ આવું જ કંઈ થઈ રહ્યું છે. ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે મધ્ય ગુજરાતના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. આ સમાચાર મળતા કોંગ્રેસના લૂણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમજ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલામાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. અનેક વખત એવું થયું છે કે પહેલા ધારાસભ્ય ના પાડતા હોય છે પરંતુ તે રાજીનામું આપી દેતા હોય છે. ખેર આ જ તો રાજીનીતિ છે, આજે રાજીનામું આપવાની ના પાડતા હોય છે પરંતુ તે ધારાસભ્ય બીજા દિવસે રાજીનામું આપી દેતા હોય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે