પેપર લીક કરનારા ચેતી જજો, પરીક્ષામાં ગેરરીતિ રોકવાના કાયદાને રાજ્યપાલની મંજુરી


  • Published By :
  • Published Date : 2023-03-06 20:52:29

ગુજરાતમાં સરકારી ભરતીઓ માટે યોજાતી પરીક્ષાઓમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ બનતી રહે છે. સરકાર પેપર લિક કાંડને રોકવા માટે અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી શકે તે માટે વિધાનસભા સત્રમાં બિલ લાવી હતી. આ બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું, આજે આ બિલ પર રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતે હસ્તાક્ષર કરતાં હવે તે કાયદો બની ગયો છે. 


આ છે કાયદાની મહત્વની જોગવાઈઓ 


1-કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ 

2-પ્રશ્નપત્ર ફોડવું અથવા ફોડવાનો પ્રયત્ન કરવો તે ગેરરીતિ ગણાશે 

3-ગેરરીતિ આચરનારા પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ 

4-દોષિત પરીક્ષાર્થીઓ બે વર્ષ સુધી કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બાકાત રહેશે

5-પેપર લિંક કરનારાને  ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની કેદની સજા અને દસ લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનો નાણાકીય દંડ

દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે

6-દોષિતની પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત

7-પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા

8-ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા

9-અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે

10-પેપર લિકનો ગુનો બિન જામીન પાત્ર અને બિન માંડવાળપાત્ર છે

11-PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ

12-DYSPકક્ષાના પોલીસ અધિકારીઓ કરશે કેસની તપાસ

13-પરીક્ષા સત્તામંડળ અધિકારીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અવરોધે અથવા ધમકાવે  તો તેવા વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની મુદતની જેલ અને એક લાખ રૂપિયાનો નાણાકીય દંડ



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.