Gujarat Rain - આજથી શરૂ થયો વરસાદનો નવો રાઉન્ડ, આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, જાણી લો તમારો વિસ્તાર તો નથી ને...


  • Published By :
  • Published Date : 2024-09-02 11:45:27

બંગાળની ખાડીમાં અરબ સાગરમાં બનતી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લઈને આવે છે.. અહીંયા સિસ્ટમ સક્રિય થતાં વરસાદ આવવાના ચાન્સીસ વધી જાય છે. થોડા દિવસો પહેલા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.. ત્યારે ફરી એક વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજ માટે 14 જેટલા વિસ્તારો માટે એલર્ટ આપી દીધું છે. રાજ્યના અનેક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અથવા તો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. Windy અનુસાર મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.   



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી

હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ., દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, આણંદ, વડોદરા, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચમી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



થોડા સમય પહેલા આવેલા વરસાદે સર્જ્યો વિનાશ

ઉનાળામાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકો એમ પૂછતા હતા કે વરસાદ ક્યારે આવશે. ગરમીથી લોકો કંટાળી ગયા હતા અને ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાતમાં ચોમાસું જામ્યું.. અનેક જિલ્લાઓમાં વરસાદ મહેર બનીને નહીં પરંતુ કહેર બનીને વરસ્યો.. આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં તંત્રની પ્રિ મોનસુનની કામગીરીની પોલ પણ ખુલ્લી ગઈ.. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. થોડા દિવસ પહેલા ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હતું.. વાવાઝોડાનું સંકટ તો જતું રહ્યું વરસાદની સિઝન હજી સુધી સમાપ્ત નથી થઈ... અનેક વિસ્તારોમાં આવેલા વરસાદ તબાહી લઈને આવ્યો. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા અને અનેક લોકોના ઘરનો સામાન વિનાશ પામ્યો.  



આ મહિનામાં પણ સારા વરસાદના એંધાણ 

સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહી હતી અને આજે ફરી એક વખત વરસાદી રાઉન્ડ અનેક વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે.. આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાનો અનુભવ થશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ ના પડ્યો હતો એટલે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઉનાળા જેટલી ગરમી તો ન હતી પરંતુ તો પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો.. ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો.. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવી વાત ત્યાંના લોકો કરી રહ્યા હતા. ત્યારે તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.