રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની મોસમ રાજ્યમાં જામી છે.. મેઘમહેર જોવા મળી રહી છે ગુજરાતના અનેક ભાગોમાં. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 29 તારીખ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા તો વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે પરંતુ વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં માટે કરી અંબાલાલ કાકાએ વરસાદની આગાહી?
જ્યારે જ્યારે વરસાદને લઈ આગાહીની વાત કરવામાં આવે છે ત્યારે હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર પણ ધ્યાન આપવામાં આવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે 26મીએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જૂનાગઢ, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં જામશે વરસાદી માહોલ
તે સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. 28 તારીખ સુધીમાં જૂનાગઢના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..બોટાદ, અમદાવાદ, જામનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવી શકે છે તેવી વાત અંબાલાલ કાકાએ કરી હતી. આવતી કાલથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે.
વરસાદ થતા ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ
મહત્વનું છે કે આ વખતે ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું હતું પરંતુ આવતાની સાથે જ સિસ્ટમ નબળી પડી ગઈ જેને કારણે વરસાદ વરસ્યો ના હતો. વરસાદનું આગમન સમય કરતા વહેલા થઈ ગયું હતું જેને કારણે ખેડૂતોને આશા હતી કે આ વખતે સારો પાક થશે, સારો વરસાદ થશે.. પરંતુ વરસાદ ના થવાને કારણે જગતના તાત ચિંતિત થઈ ગયા. ત્યારે હવે વરસાદની પધરામણી થવાથી જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. મહત્વનું છે કે અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે જેમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..