Gujarat Rain : રાજ્યના આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-07-06 13:04:14

મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.. અનેક લોકોના મોત થઈ ગયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે.. ત્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે.. અને સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં વરસ્યો છે.. ત્યાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આજ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે.. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

Image


આટલા જિલ્લાઓ માટે કરવામાં આવી આગાહી

રાજ્યના અનેક ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવતું હોય છે.. આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે 15 જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવામાં આવ્યો છે.



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે સિવાય દમણ તેમજ દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

Image

તમારે ત્યાં કેવો માહોલ?

તે સિવાય નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તે સિવાય નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ વરસાદ જ્યારે વલસાડના પારડીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે વરસાદનું આગમન થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો...  



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.