Gujarat Rain : જુઓ વરસાદની તસવીરો.. ક્યાંક બાળકો વરસાદની મજા માણતા દેખાયા તો ક્યાંક પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 19:06:17

છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ થતા લોકોમાં ખુશી તો છે પરંતુ અનેક વિસ્તારોથી એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિમોનસુનની કામગીરી પર સવાલ ઉભા કરે તેવા છે. અલગ અલગ જગ્યાઓ પરથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કોઈ જગ્યા પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે તો કોઈ જગ્યા પર પુલ તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. 

ક્યાં માટે કરાઈ છે વરસાદની આગાહી?  

ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા હતા અને ક્યારે વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસાની પ્રતિક્ષા થઈ રહી હતી. ભારેથી અતિભારે વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.


અનેક દ્રશ્યો સામે આવ્યા જેમાં.. 

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તો સારો વરસી રહ્યો છે પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખોલી દે તેવા છે. સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગરમાં વરસાદી પાણીએ કહેર મચાવ્યો છે. વરસાદને કારણે પાણીની આવક થઈ છે અને ડેમો ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરના ચુડાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે. 



પહેલા જ વરસાદમાં રસ્તાઓ પર જોવા મળ્યું પાણી 

બોટાદમાં વરસાદના બીજા રાઉન્ડે ધમાકેદાર બેટિંગ કરી છે. શહેરનાં પાળીયાદ રોડ, જ્યોતિગ્રામ સર્કલ, અવેડાગેઈટ, ભાવનગર રોડ, ગઢડા રોડ, સહિતનાં રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા. તે સિવાય મોરબીની વાત કરીએ તો પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય રોડ પર પાણી જોવા મળ્યું હતું. પાણી ભરાવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો..


પુલ ધોવાઈ જવાને કારણે.... 

તે સિવાય ભાવનગરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તે સિવાય જામનગરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં પુલ ધોવાઈ જવાને કારણે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. તે સિવાય વરસાદી માહોલ અમરેલી, વડોદરામાં પણ જામ્યો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો,, 



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...