Gujarat Rain : ચોમાસાના આગમન બાદ નબળું પડ્યું ચોમાસું! આજે આ વિસ્તારમાં વરસી શકે છે વરસાદ, જાણો 23 તારીખ સુધી ક્યાં વરસી શકે છે વરસાદ?


  • Published By :
  • Published Date : 2024-06-20 16:08:04

ચોમાસાની પધરામણી થઈ ગઈ પરંતુ મેઘાજા મન મૂકીને નથી વરસી રહ્યા.. ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું અને જે રીતે વરસાદ વરસવો જોઈએ તે પ્રમાણે વરસાદ નથી થઈ રહ્યો જેને કારણે ઉકળાટ અને બફારો વધારે લાગે છે. અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે જેને કારણે થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે પરંતુ થોડા સમયની બાદ ગરમીનો અનુભવ થવા લાગે છે. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ વલસાડમાં નોંધાયો હતો.



છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં નોંધાયો વરસાદ 

ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ગરમીથી રાહત જલ્દી મળે તેવી આશા લોકોને હતી.. વરસાદ આવે અને ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોતા હતા, વરસાદ ચાર દિવસ કરતા પહેલા આવી ગયો, અમુક સ્થળો વરસાદ આવ્યો પણ ખરો પરંતુ સાર્વત્રિક વરસાદ નથી વરસ્યો જેને કારણે ગરમી સહન કરવી પડી રહી છે.. છેલ્લા 24 કલાકમાં 35 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે પણ અનેક જગ્યાઓ પર છુટો છવાયો વરસાદ વરસવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. 

News18 Gujarati



આજે ક્યાં વરસાદ વરસી શકે છે? 

આજે ક્યાં વરસાદ થશે તેની વાત કરીએ તો નવસારી, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. તે સિાય વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદમાં વરસાદની સંભાવના છે. તે સિવયા વડોદરા, સુરત, તાપી, નવસાલી, દમણ, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે.  રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 

News18 Gujarati


News18 Gujarati

23 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 22 તારીખની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. 23 તારીખે હળવાથી સામાન્ય વરસાદ સાબરકાંઠા, બનાસકાંઠા. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસી શકે છે જ્યારે ગાજવીજ સાથે વરસાદ વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, નર્મદા, ભરૂચમાં વરસી શકે છે. 



અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.