Gujarat Rain : રાજ્યમાં આ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કરાયું. જાણો તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-07-05 15:26:21

રાજ્યમાં ચોમાસું જામ્યું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.. અનેક જગ્યાઓથી તો એવી તસવીરો સામે આવી જેને જોતા લાગે કે વરસાદે મહેર નહીં પરંતુ કહેર વરસાવ્યો હોય.. હવામાન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. ગઈકાલે અનેક વિસ્તારો માટે રેડ, ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે આજ માટે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ વિસ્તારો માટે આપવામાં આવ્યું ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે તેની આગાહી આપવામાં આવે છે.. ક્યાં વરસાદ વરસવાની સંભાવના છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આજ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી,વલસાડ, દાદરા નગર હવેલી તેમજ દમણ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 



ગુરૂવારે 113 તાલુકામાં વરસ્યો હતો વરસાદ 

તે સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય છઠ્ઠી તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  ગુરૂવારે 113 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી અને સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના દાંતામાં નોંધાયો હતો. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.