રાજ્યના 89 તાલુકામાં વરસાદે કરી જમાવટ, 144 જળાશયો હાઈએલર્ટ પર, આજે આ જિલ્લાઓમાં થશે મેઘમહેર, અંબાલાલ પટેલે કરી ચક્રવાતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-24 15:21:21

રાજ્યમાં પાછોતરા વરસાદથી ક્યાક હર્ષ તો ક્યાંક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે તો ક્યાંક વરસાદે ખેતીના પાકને નવજીવન આપ્યું છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ  5 ઈંચ  તે ઉપરાંત જ્યારે બોટાદમાં 3 ઈંચ, ગોંડલમાં પોણા 3 ઈંચ અને નવસારી તથા ડેડિયાપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 5 તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે જેમાં ચીખલી, જલાલપોર, રાજુલા, બાયડ અને ડોલવણનો સમાવેશ થાય છે. જ્યારે 18 તાલુકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગત મોડી રાત્રે  ભારે વરસાદથી વલસાડના રસ્તા પર પાણી ભરાયા હતા. વાપી, પારડી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો હતો. જો કે હવામાન વિભાગ તથા જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે.


40 કિમીની ઝડપે પવન ફૂંકાશે


રાજ્યના હવમાન વિભાગે પણ આગામી ચાર દિવસ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જે મુજબ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેજ પવન, ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢમાં આજે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી, ખેડા, પંચમહાલમાં મધ્યમથી સામાન્ય વરસાદ થઈ શકે છે. 


28 તારીખથી ફરી એક સિસ્ટમ સક્રીય થશે


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે. જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 


રાજ્યના 58 જળાશયો છલોછલ   


રાજ્યમાં ફરી મેઘ મહેર થતાં રાજ્યના 58 જળાશયો છલોછલ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના 30, કચ્છના 12, મધ્ય ગુજરાતના નવ અને દક્ષિણ ગુજરાતના છ જળાશયો હાઉસફુલ છે. 207 જળાશયોમાં 93.90 ટકાથી વધુ જળસંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 144 જળાશયો હાઈએલર્ટ પર છે તો 107 ડેમ એલર્ટ અને વોર્નિંગ પર છે, 19 એલર્ટ તો 18 જળાશયો વોર્નિંગ પર છે. 62 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે