રાજ્યના 191 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ, હજુ પણ ભારે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-18 20:40:50

લાંબા રીસામણા બાદ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગુજરાતમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 191 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આભ ફાટ્યું છે. વિસાવદરમાં સૌથી વધુ  12 ઈંચ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજ્યના 67 તાલુકામાં 1થી સાડા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.   


ક્યા તાલુકામાં કેટલો વરસાદ થયો?


વિસાવદરમાં આજે સૌથી વધુ 12 ઈંચ, મેંદરડામાં 8 અને રાધનપુરમાં 6 ઈંચ, ભાભર, વંથલી તાલુકામાં આજે છ-છ ઈંચ, બહુચરાજી, મહેસાણા, દીયોદરમાં ચાર-ચાર ઈંચ, ડીસા, બગસરા, જૂનાગઢ, વડગામમાં ચાર-ચાર ઈંચ, ધ્રાંગધ્રા, હળવદ, દાંતીવાડામાં 3-3 ઈંચ, માળિયા હાટીના, થરાદ, વીસનગરમાં 3-3 ઈંચ, ભેંસાણ, અમીરગઢ, હારીજમાં અઢી-અઢી ઈંચ, તાલાલા, ઈડર, કાંકરેજમાં અઢી-અઢી ઈંચ, ધાનેરા, લખતર, પાલનપુરમાં 2-2 ઈંચ, સાંતલપુર, કાલાવડ, દાંતામાં 2-2 ઈંચ ,વીજાપુર, ચાણસ્મા અને ચોટીલામાં 2-2 ઈંચ ખાબક્યો છે.


હવામાન વિભાગે કરી આગાહી


ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જુનાગઢ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ-રાજકોટમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે રેડ એલર્ટની ચેતવણી વચ્ચે કાલે ઓરેન્જ એલર્ટની આગાહી આપી છે. 


અંબાલાલ પટેલે શું આગાહી કરી?


હવામાન વિભાગના એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલની પણ નવી આગાહી આવી છે. જેમણે ચેતવણી આપી છે કે આગામી 3 દિવસો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વાવ, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આની સાથે સાથે બનાસ નદીમાં પુર આવવાની પુરી શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ 18, 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને જખૌમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.