Gujarat Rain : શિયાળાના અંતમાં છવાયો વરસાદી માહોલ! રાજ્યોના અનેક ભાગોમાં કમોસમી વરસાદ સાથે પડ્યા કરા, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-03-02 16:04:40

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જગનતો તાત ચિંતામાં મૂકાયો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વહેલી સવારથી કમોસમી વરસાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. વાતાવરણમાં આવતા પલટાને કારણે કોઈ પણ સિઝન કેમ ના હોય પરંતુ વરસાદ આવી જતો હોય છે.માવઠાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી હતી કે પહેલી અને બીજી માર્ચના રોજ કમોસમી વરસાદ થશે અને આગાહી સાચી પણ પડી.

News18 Gujarati

Rajkot News Rain became the villain in the wedding, the porch got wet, people were disturbed Rajkot News: લગ્નમાં વરસાદ બન્યો વિલન, મંડપ પલળી ગયા, લોકો પરેશાન

માવઠાને કારણે પાકને પહોંચ્યું નુકસાન

અનેક વિસ્તારોમાં માવઠાનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. દેવભૂમિ દ્વારકાથી દ્રશ્યો સામે આવ્યા જેમાં લગ્ન માટે બાંધવામાં આવેલો મંડપને નુકસાન પહોંચ્યું. આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છ માટે કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાકને તો નુકસાન પહોંચે જ છે પરંતુ યાર્ડમાં રાખેલા પાક પણ પલળી જાય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  

Rajkot News: લગ્નમાં વરસાદ બન્યો વિલન, મંડપ પલળી ગયા, લોકો પરેશાન

According to the forecast of the meteorological department, the rain started in Patan Dwarka from morning Unseasonal rain Update: વરસાદની આગાહી વચ્ચે દ્રારકા સહિત આ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ

આ જગ્યાઓ પર વરસી રહ્યો છે કમોસમી વરસાદ! 

રાજકોટમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, જામનગર, અરવલ્લી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો જ્યારે જામનગરના ગ્રામ વિસ્તારોમાં પણ માવઠાને કારણે વરસાદી માહોલ છવાયો. અરવલ્લી માલપુર સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડ્યો હતો તે સિવાય બનાસકાંઠામાં તો જાણે ચોમાસાની સિઝન આવી ગઈ હોય તેવું લાગે છે. મહત્વનું છે કે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની આંખો ભીની થઈ ગઈ છે.  


મોરબી-રાજકોટ હાઈવે પર વરસાદની તસવીર


News18 Gujarati



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"