Gujarat Rain Update - આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, તમારો વિસ્તાર તો નથીને જાણો...


  • Published By :
  • Published Date : 2024-08-12 13:52:56

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું.. થોડા વિસ્તારોમાં જ વરસાદ વરસતો હતો, પરંતુ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરવામાં આવી છે.. રાજ્યના અનેક ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રવિવારે 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

News18 Gujarati


આ વિસ્તારોમાં પડી શકે છે સારો વરસાદ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે



અનેક જળાશયોમાં થઈ પાણીની આવક

મહત્વનું છે કે વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે.. અનેક જળાશયો એવા છે જે છલોછલ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં પાણી આવવાને કારણે ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો સરદાર સરોવર ડેમ પણ 90 ટકા જેટલો ભરાઈ ગયો છે. ના માત્ર ડેમમાં પરંતુ નદીઓમાં પણ પાણીની સારી આવક થઈ છે. અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.. અમદાવાદમાં પણ સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે.. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.