Gujarat Rajya sabha : જે.પી.નડ્ડા વિજય મુહુર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ! ભાજપના ઉમેદવાર આજે નોંધાવશે પોતાની દાવેદારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-15 10:04:08

ગઈકાલે રાજ્યસભા માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ન માત્ર ગુજરાત માટે પરંતુ વિવિધ રાજ્યોના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. થોડા દિવસ પહેલા કોંગ્રેસમાંને છોડી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણને રાજ્ય સભા મોકલવાની જાહેરાત ભાજપે કરી છે. તે ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના ચાર રાજ્યસભાના ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે તેવી માહિતી સામે આવી છે. વિજય મુહુર્તમાં જે.પી.નડ્ડા ફોર્મ ભરવાના છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.

BJP announced the names of four Rajya Sabha candidates from Gujarat જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકીયા સહિત આ ચાર લોકો ગુજરાતમાંથી રાજ્યસભા જશે, ભાજપે કરી જાહેરાત

રાજ્યસભા માટે આ ચાર નામોની કરાઈ પસંદગી! 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની સીટો માટે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, સુરતના જાણીતા હીરા વેપારી ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે. જે ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થાય છે  તેમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકનું નામ સામેલ છે. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો હોવાને કારણે તેમની જીત નક્કી માનવામાં આવે છે. ત્યારે આજે ભાજપના ગુજરાત માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. 

Sonia Gandhi files her nomination for Rajya Sabha from Rajasthan. Rahul Gandhi and Priyanka Gandhi Vadra accompany their mother. Former Rajasthan Chief Minister Ashok Gehlot and Rajasthan Congress chief Govind Dotasara also present.New political journey: Sonia Gandhi shifts to 'House of elders' after 25 years in 'House of people'


કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ કરાયા જાહેર

ગઈકાલે ન માત્ર ભાજપ દ્વારા પરંતુ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી છે. ગઈકાલે તેમણે ઉમેદવારી ફોર્મ ભરી દીધું હતું. તે ઉપરાંત બિહાર માટે ડો. અખિલેશ પ્રસાદ સિંહના નામની જાહેરાત કરવામાં આવી છે. અભિષેક સિંધવીને હિમાચલ પ્રદેશની ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતારવાની છે તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ચંદ્રકાન્ત હિંડોરેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકમાંથી અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખરને ઉમેદવાર બનાવ્યા છે. મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે. તે સિવાય તેલંગાણાથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે રેણુકા ચૌધરી અને એમ અનિલ કુમારની પંસદગી કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.