Election Result વચ્ચે Gujaratના BJP કાર્યકર્તાઓએ કરી જીતની ઉજવણી! કર્યા ગરબા અને... જુઓ તસવીર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 12:53:54

રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. તેલંગાણા સિવાય ત્રણેય રાજ્યોમાં બીજેપી આગળ ચાલી રહી છે. ભાજપ ધમાકેદાર જીત હાંસલ કરશે તેવું હાલના સમયમાં લાગી રહ્યું છે. એક તરફ મતગણતરી ચાલી રહી છે તો બીજી બાજુ દેશના વિવિધ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ રાજ્યોથી જીતની ઉજવણી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ દ્વારા કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારા સાથે ગાંધીનગર ખાતે કાર્યકર્તાઓ જીતના જશ્નમાં દેખાઈ રહ્યા છે.

 તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના પરિણામો આજે જાહેર થશે. આ માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ ભાજપ ત્રણ રાજ્યોમાં આગળ છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યાલયમાં પાર્ટીની સફળતાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાર્યાલય પહોંચશે અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે.(તસવીર: સંજય ટાંક)

 ભાજપના કાર્યાલય કમલમ પર બીજેપીના કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે ગરબે ધૂમી રહ્યા છે.

 આ સાથે અનેક કાર્યકર્તાઓ ફટાકડા પણ ફોડી રહ્યા છે. ઢોલ નગારા સાથે વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે.

ગુજરાત ભાજપે કરી જીતની ઉજવણી 

લોકસભાની ચૂંટણી ભલે આવતા વર્ષે થવાની છે પરંતુ આ વર્ષે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીને સેમિફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ ત્રણ રાજ્યોમાં અગ્રેસર દેખાઈ રહી છે. ભાજપ ત્રણેય રાજ્યોમાં જીત હાંસલ કરી શકે છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. જે રાજ્યોમાં બીજેપી જીત હાંસલ કરવા તરફ આગળ છે ત્યાં તો ઉજવણી થઈ રહી છે પરંતુ બીજા રાજ્યોમાં જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાંથી પણ ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. ગુજરાતના કાર્યકર્તાઓ પણ જીત બાદ ગરબા કરતા દેખાયા હતા. તે ઉપરાંત ગુજરાતના મંત્રીઓના પણ આ અંગે નિવેદન સામે આવ્યા છે. 

 ધારાસભ્ય બાબુભાઇ પટેલ, સાંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય અમિત શાહ સાથે કાર્યકર્તાઓ પરિણામની ઉજવણી કરી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)

 રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ તરફ વલણ જઇ રહ્યુ છે. પરિણામ પહેલા જ ભાજપમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગાંધીનગર કમલમમાં કાર્યકર્તાઓ જીતનો જશ્ન ઉજવી રહ્યા છે. (તસવીર: સંજય ટાંક)



વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધ્રોલ ખાતે પણ તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો...