Gujaratનું વિકાસ મોડલ ચર્ચામાં! હાઈવેની આવી દુર્દશા જોઈ તમે પણ કહેશો કે આવી હાલત તો ગામડાઓના રસ્તાઓની હોય છે! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-10-10 10:57:15

ખરાબ રોડ રસ્તાઓ જોવા હવે જાણે સામાન્ય બની ગયું છે. રસ્તા પર ખાડા ન હોય તો નવાઈ લાગે છે, જો રસ્તા પર રખડતા ઢોર ન દેખાય તો નવાઈ લાગે છે. કારણ કે રસ્તા પર આ બધુ હોવું એકદમ નોર્મલ થઈ ગયું છે. ખરાબ રસ્તાના સમાચાર અનેક વખત તમને આપ્યા છે. કદાચ આપણા મનમાં એવું થતું હોય કે ગામડાઓના રસ્તાઓ જ માત્ર બિસ્માર હશે પરંતુ ના મોટા મોટા શહેરોની પરિસ્થિતિ પણ રસ્તા મામલે આવી જ છે. શહેરોથી આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં ખરાબ રસ્તાને કારણે વાહનને નુકસાન પહોંચે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે હાઈવેનો હોય તેવી પ્રાથમિક માહિતી છે.

હાઈવે પર આવી હાલત છે તો ગામડામાં શું હાલત હશે? 

સામાન્ય રીતે આપણી સામે એવા અનેક વીડિયો આવતા હોય છે જેમાં રસ્તાની ખરાબ હાલત દેખાતી હોય. રસ્તા પર ખાડા પડેલા જોવા મળે છે. કોઈ રસ્તાઓ પર તો દ્રશ્યો એવા હોય છે કે રસ્તા પર પડેલા ખાડા નહીં પરંતુ સારો રસ્તો કેટલો દેખાય છે તે એક પ્રશ્ન હોય છે. અનેક વખત રસ્તા બન્યા પછી કોઈ પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે, તો કોઈ જગ્યા પર ભૂવો પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતના વિકાસ મોડલની પોલ ખુલી જાય છે. ભુજ-નલિયા હાઈવેનો આ વીડિયો છે તેવી પ્રાથમિક માહિતી છે. રેલવે ક્રોસિંગ આગળ એટલી બધી કપચી, પથ્થર નાખી દીધી છે કે ગાડી તેની પરથી પસાર નથી થઈ શક્તી. મોટી મોટી કપચી પાથરી દેવામાં આવી છે. આમાં વાહનોને નુકસાન ન પહોંચે તો શું થાય તે એક સવાલ છે...


અંતરિયાળ વિસ્તારના ગામો આજે પણ વિકાસની પ્રતિક્ષામાં!

મહત્વનું છે કે આવા રસ્તાઓ પરથી તમે પણ પસાર થતા હશો. રસ્તા પર પડેલા ખાડા પરથી તમારૂ વાહન પણ આવી રીતે પસાર થતું હશે. આવા વીડિયો જ્યારે આપણી સામે આવે છે ત્યારે લાગે છે કે વિકસીત શહેરોની આવી હાલત છે કે તો અંતરિયાળ વિસ્તારની હાલત કેવી હશે? ત્યાં તો પ્રશ્ન પણ એ ના પૂછાય કે તમારે ત્યાં રસ્તાની આવી ખરાબ હાલત છે, કારણ કે ત્યાં તો એવા પ્રશ્નો પૂછવો પડે કે તમારે ત્યાં રસ્તો છે? અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો, એવા વીડિયો, એવી કહાની સામે આવતી હોય છે જેને જોઈ થાય કે આ છે ગુજરાતનું વિકાસ મોડલ? વિકાસ મોડલની વાતો સમગ્ર દેશમાં તેમજ વિદેશમાં કરવામાં આવે છે તે જ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામો વિકાસ માટે ઝંખે છે. અનેક વર્ષો વિત્યા પરંતુ તેમની પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. અંતિમ ક્રિયા માટે પણ, સારવાર અર્થે  પણ ઝોળી કરી 108 સુધી બીમાર માણસને પહોંચાડવો પડે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે