ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, પરિક્ષાના ઉમેદવારો માટે સંમતિપત્ર ભરવા અનિવાર્ય, જાણો તારીખ


  • Published By :
  • Published Date : 2023-07-14 19:26:40

સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળે રાજ્યમાં યોજાનારી આગામી 5 પરીક્ષાઓ માટે મોટો નિર્ણય લેતા ઉમેદવારો માટે સંમતિપત્ર ફરજિયાત કર્યા છે. આ તમામ પરીક્ષાઓ માટે 17થી 27 જુલાઇ સુધીમાં પરીક્ષાર્થીઓએ સંમતિપત્ર ઓનલાઇન ભરવાના રહેશે. 


આ 5 પરીક્ષાઓ માટે સંમતિપત્ર 


ગૌણ સેવા પસંદગી મંડળની પાંચ પરિક્ષામાં ઉમેદવારોએ આપવી પડશે સંમતિ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ, વર્ક આસિસ્ટન્ટ, મ્યુનિસિપલ ઈજનેર અને લેખનકારની પરીક્ષા માટે 17 થી 27 જુલાઇ સુધીમાં સંમતિ પત્ર ભરવાના રહેશે


સંમતિપત્રક ક્યા અને કેવી રીતે ભરવું?


ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ માટે સંમતિપત્રક ઓજસ પર ઓનલાઇન ભરી શકાશે. સૌથી પહેલા તમારે ઓજસના હોમપેજ પર જવાનું પછી નોટિસ બોર્ડ સેક્શનમાં જવાનું અને પછી સંમતિ ફોર્મ ફરવા માટે ક્લિક કરો લખ્યું હોય ત્યાં ક્લિક કરી પોતાના કન્ફર્મેશન નાખી, જન્મતારીખ ભરીને લોગઈન કરવાની રહેશે. ઉપરથી આ બધુ 27 જુલાઈ સુધી જ કરવાનું રહેશે. ગૌણ સેવાની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, મદદનીશ ગ્રંથપાલ અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા 20 ઓગસ્ટએ યોજાનાર છે. પરીક્ષા માટે ભરાયેલા ફોર્મ અને પરીક્ષા આપનાર ઉમેદવારો વચ્ચેના તફાવતને ઓળખી પરીક્ષા વ્યવસ્થાના સંચાલન માટે સંમતિ પત્ર ફરજિયાત કરાયા છે. 


શા માટે સંમતિપત્ર ફરજિયાત કરાયા?


સંમતિપત્રક ભરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે બધા તો નહીં પણ અમુક છોકરાઓ ખાલી પરીક્ષા આપવા માટે પરીક્ષા આપે છે, તૈયારીઓ નથી કરતા બસ ખાલી એમને એમ પરીક્ષા આપી દે છે. જે છોકરાઓ પરીક્ષા પ્રત્યે ગંભીર નથી ખાલી ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરે છે અને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા હાજર નથી રહેતા તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપણે જાણીએ જ છીએ કે પરીક્ષા લીધા બાદ આપણે આંકડો જોઈએ છીએ કે કેટલા છોકરાઓએ પરીક્ષા આપી અને કેટલા ફોર્મ ભરાયા હતા. તો હંમેશા જેટલા ફોર્મ ભરાયા હોય તેની તુલનામાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નથી જતા.  મંડળને તો આંકડા મુજબ મેનેજમેન્ટ ઉભુ કરવાનું હોય છે, તેમને પોલીસનું મેનેજમેન્ટ કરવાનું હોય છે, શિક્ષકોનું મેનેજમેન્ટ કરવાનું હોય, સુપરવાઈઝર, ઈન્વીજીલેટર, પરીક્ષા ખંડ, સ્કૂલ, નિયામકો વગેરે ઘણું બધુ રોકાતું હોય છે. જો વિદ્યાર્થી પરીક્ષા નથી આપતા તો મંડળનું મેનેજમેન્ટ ખોરવાઈ જાય છે. ઉપરથી બિનનજરૂરી ખર્ચ થાય છે સાચી રીતે જે ઉમેદવારો પરીક્ષા માટે મહેનત કરે છે તેને લાભ થાય તે માટે મંડળે સંમતિપત્રક ફરજિયાત કર્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે