Gujarat Super Leagueનું કરાયું આયોજન, Parimal Nathwaniએ GSL ટ્રોફીનું કર્યું અનાવરણ, જાણો શા માટે કરાયું GSLનું આયોજન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-25 11:03:49

હજી સુધી આપણે FIFA,IPL જેવી લિગ, ટુર્નામેન્ટ વિશે સાંભળ્યું હશે પરંતુ હવે આવી લીગ ગુજરાતમાં રમાવાની છે.... જી હા.. ગુજરાતમાં GSL એટલે Gujarat Super Leagueનું આયોજન થવાનું છે.. જીએસએલ ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ કરવામાં આવી છે... જીએસએલ માટે ટ્રોફીનું અનાવરણ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.. આ ક્રાર્યક્રમમાં GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રોફી અનાવરણના પ્રસંગે પરિમલ નથવાણીએ કહ્યું કે

ક્રિકેટને જેટલી લોકચાહના મળી તેવી લોકચાહના બીજી રમતોને નથી મળી.. આવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય.. બહુ બધા ખેલ ચાહકો ક્રિકેટમાં વધારે રસ ધરાવતા હોય છે પરંતુ તે સિવાયની રમતો વિશે વધારે જાણકારી નથી હોતી.. ત્યારે આ પ્રકારની ફૂટબોલ લીગનું આયોજન કરવા પાછળના હેતુની વાત કરીએ તો ફૂટબોલ વિશે જાણકારી મળે, ફૂટબોલને લોકપ્રિયતા મળે અને આ ગેમમાં ભાગ લેવા પ્રોત્સાહિત થાય તે છે... ટ્રોફી અનાવરણ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. 

6 ટીમો વચ્ચે થશે મુકાબલો

આ લીગમાં કઈ કઈ ટીમ ભાગ લેશે તેની વાત કરીએ તો 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો અને તે છે -  અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ). GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે.

વિજેતા ટીમને 11 લાખનું અપાશે ઈનામ 

GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે GSLમાં વિજેતા ટીમને રૂ. 11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ. 5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ. 25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર  ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે. 


12મેના રોજ રમાશે ફાઈનલ મેચ

1લી મે થી 12મી મે 2024 દરમિયાન અમદાવાદમાં EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. મેચના દિવસો 1લી, 2જી, 4થી, 5મી, 8મી, 10મી મે છે. અને ફાઈનલ 12મી મે 2024ના રોજ રમાશે. સાંજે સાત વાગે આ મેચની ફાઈનલ યોજાવાની છે... GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે. મહત્વનું છે કે આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ત્યારે આવી લીગ ફૂટબોલને લોકપ્રિય બનાવામાં મોટો ફાળો ભગવે છે...  




થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.