Gujarat : ગરમીનો પારો આસમાને પહોંચ્યો!અનેક જગ્યાઓનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-18 13:21:57

ગુજરાતમાં એક તરફ રાજકારણની ગરમી છે તો બીજી તરફ હવામાનમાં પણ ગરમાવો આવી રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યમાં વધી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. એપ્રિલ મહિનામાં થતો ગરમીનો અહેસાસ એ સવાલ કરવા મજબૂર કરે છે કે હમણાં આવી પરિસ્થિતિ છે તો મે જૂનમાં કેવી હાલત થશે... અમદાવાદમાં 17 એપ્રિલને બુધવારે સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે જેને કારણે હિટવેવની અસર જોવા મળી રહી છે...


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 40 ડિગ્રીને પાર 

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે... આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય તેવું લાગે છે... ગુજરાતના અનેક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના પાંચ શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમરેલીનું તાપમાન 44 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. બપોરના સમયે એવું લાગે જાણે આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હોય...


હિટ સ્ટ્રોકના વધી રહ્યા છે કિસ્સા

મહત્વનું છે કે ગુજરાતમાં થોડા દિવસો પહેલા કમોસમી વરસાદ આવ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં માવઠાને કારણે ગરમીથી રાહત મળી હતી પરંતુ તે વખતે પણ એવી આગાહી કરવામાં આવી હતી કે આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થશે.. ત્યારે વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે જેને કારણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. લોકોને હિટ સ્ટ્રોકનો સામનો કરવો પડી રહ્યો છે.. ત્યારે ગરમીથી રક્ષણ મેળવવા માટે વધારે પાણી પીએ, કામ વગર ઘરથી બહાર નિકળવાનું ટાળીએ અને પોતાનું ધ્યાન રાખીએ...... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે