દુનિયા ગ્વોબલ વોર્મિગની સમસ્યાની ઘાતક અસરોથી ચિંતિત છે, ત્યારે વિશ્વના વિવિધ દેશમાં દ્વારા પ્રદુષણ ઘટાડતા ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલથી દોડતા વાહનોના બદલે CNG વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર દેશમાં સૌથી વધુ CNG સ્ટેશનોની સંખ્યાના મુદ્દે ગુજરાત મેદાન મારી ગયું છે. ગુજરાતને પ્રદુષણમુક્ત કરવાની રાજ્ય સરકારની પહેલના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં CNG સ્ટેશનો સ્થાપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ દ્વારા રજુ કરવામાં આવેલા આકડાં મુજબ જુલાઈ 2023 સુધીમાં ગુજરાતમાં 1002 સીએનજી સ્ટેશન છે. આ તમામ CNG સ્ટેશન રાજ્યના 33 જિલ્લાઓમાં આવેલા છે. ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં આવેલા સીએનજી સ્ટેશનોના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.
અન્ય રાજ્યોમાં કેટલા છે ગેસ સ્ટેશન
પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા પ્રગટ કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે.
PNG કનેક્શન કેટલા છે?
પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)એ જાહેર કરેલા આંકડા અનુસાર, જૂલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થું પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે. ઉલ્લેખનિય છે કે PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર છે.






.jpg)








