બેકારી: ગુજરાત STનાં 7600 ડ્રાઈવર-કંડકટરની જગ્યા માટે અધધધ 1.55 લાખથી વધુ ફોર્મ ભરાયા


  • Published By :
  • Published Date : 2023-09-13 19:10:11

ગુજરાત દેશનું સૌથી સમૃધ્ધ રાજ્ય કહેવાય છે, જો કે રાજ્યમાં બેકાર યુવાનો નોકરી માટે રીતસર ટળવળી રહ્યા છે. આ બાબતની પ્રતિતી તાજેતરમાં આવેલા આવેલી ગુજરાત એસટી નિગમ(GSRTC)માં ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે ભરાયેલા ફોર્મની સંખ્યા પરથી જાણી શકાશે. ગુજરાત એસટી નિગમમાં ડ્રાઈવર કંડકટરોની કુલ 7600 જેટલી જગ્યાઓ માટે આન લાઈન અરજીઓ મંગાવામાં આવી હતી. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે આ ભરતી માટે દોઢ લાખ કરતા વધુ બેરોજગાર યુવાનોએ અરજીઓ કરી છે. એસટીમાં ડ્રાઈવર અને કંડકટરની જગ્યાઓ માટે અરજી કરનારાઓમાં ગામડાંના સૌથી વધુ યુવાનો અને યુવતીઓ છે. 


ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ


એસટી નિગમનાં સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ પ્રાપ્ત વિગતો મુજબ ડ્રાઈવરની 3300 જેટલી જગ્યા માટે ગત 6 સપ્ટેમ્બર સુધીમાં 25 હજાર ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી નોંધાવી હતી જયારે કંડકટરની 4300 જેટલી જગ્યા માટે રાજયભરમાંથી 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર-કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની, પ્રક્રિયા ચાલતી હતી. જે ગત તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે.


શું ભરતી માટેની પ્રક્રિયા?


એસટીમાં  ડ્રાઈવર કંડકટરોની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનારા ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની ભરતી કરાશે. ડ્રાઈવરોની 3300 જગ્યા માટે માત્ર 25000 યુવાનોએ અરજી કરી છે. જેમના ડ્રાઈવિંગના ટેસ્ટ લેવાયા બાદ ભરતી કરાશે. જ્યારે કંટક્ટરની 4300 જેટલી જગ્યા માટે સૌથી વધુ 1.30 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં યુવતીઓની સંખ્યા ઘણી મોટી છે. એટલું જ નહીં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત ઉચ્ચ ડિગ્રીધારી યુવાનોએ પણ અરજીઓ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે