Gujaratના મતદાતાઓ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ, Chaitar Vasava,GeniBen Thakor, Amit Shahએ કર્યું મતદાન


  • Published By :
  • Published Date : 2024-05-07 11:30:28

ગુજરાતની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે... ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.. ત્યારે ઉમેદવારો તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બનાસકાંઠાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની પત્નીઓ સાથે મતદાન કર્યું છે. તે ઉપરાંત પોરબંદર ભાજપના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પણ મતદાન કર્યું છે.. પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. તે સિવાય પરમિલ નથવાણીએ પણ પોતાના વતન ખંભાળીયામાં મતદાન કર્યું છે.   


આ બેઠકો રહી હતી ચર્ચા

દેશભરમાં ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. ગુજરાતમાં અનેક લોકસભા બેઠકો એવી છે જેની ચર્ચા વારંવાર થઈ.. તેમાની એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક જ્યાં પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. આ બેઠકની ચર્ચા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે થઈ હતી. તે સિવાય બનાસકાંઠાની બેઠક પર બંને રાજકીય પાર્ટીઓએ મહિલાઓને ટિકીટ આપી છે. તે સિવાય ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા પણ થતી હોય છે ઉમેદવારને કારણે.. મહત્વનું છે કે જામનગર લોકસભા બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો હતો.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે