Gujarat Weather - રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-11-22 16:59:14

ગુજરાતમાં એક તરફ રાજનીતિ ગરમાઈ રહી છે તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે...... ધીરે ધીરે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીના ચમકારા અનુભવાતા હતા પરંતુ હવે ધીરે ધીરે બપોરના સમયમાં પણ ઠંડી લાગે છે... સૂર્યનારાયણની ગરમી મળે છે પરંતુ તેની સાથે સાથે પવન પણ હોય છે જેને કારણે ગરમીનો અહેસાસ લાગ્તો નથી... આવનાર દિવસોમાં હવામાનમાં બહુ  ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.... 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.. નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે દાહોદ અને ડીસાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે... તે સિવાય વડોદરામાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.. ત્યાંનું તાપમાન 14.6 ડિગ્રી જ્યારે છોટા ઉદેપુરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.. તે સિવાય રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી જ્યારે ભુજનું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે.. અમદાવાદનું તાપમાન 17.4 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે.. 



માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસમાં!

મહત્વનું છે કે પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે... ઉત્તર પ્રદેશ, બિહાર, હરીયાણા, રાજસ્થાન જેવા રાજ્યો માટે ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... માઉન્ટ આબુનું તાપમાન માઈનસમાં નોંધાયું છે... મહત્વનું છે કે અનેક પર્યટકો ઠંડીના સમયે ઠંડીનો અહેસાસ કરવા માટે જતા હોય છે...    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.