Gujarat Weather Analysis : જાણો રાજ્યના કયા કયા ભાગોમાં 26 તારીખ સુધી વરસી શકે છે વરસાદ? હવામાન વિભાગ કહે છે કે...


  • Published By :
  • Published Date : 2024-06-21 15:44:03

લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ચોમાસાનો પ્રવેશ ઘણા દિવસો પહેલા થઈ ગયો હતો પરંતુ એન્ટ્રીની સાથે જ ચોમાસું નબળું પડી ગયું.. રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ અનેક ભાગોમાં વરસાદ નથી વરસ્યો.. આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડા તેમજ વલસાડમાં સૌથી વધારે વરસાદ વરસ્યો હતો છેલ્લા 24 કલાકની અંદર. 

News18 Gujarati


News18 Gujarati

આજે આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ

આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમદાવાદ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ આવી શકે છે જયારે સુરત, તાપી, નવસારી, વલસાડ, વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, જૂનાગઝ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

News18 Gujarati


23 તારીખ દરમિયાન અહીંયા આવી શકે છે વરસાદ 

23 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદરમાં હળવો વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ. ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 24 તારીખ માટેની આગાહીની વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 

News18 Gujarati


24 તારીખે અહીંયા વરસી શકે છે વરસાદ 

આગાહી અનુસાર મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ,જૂનાગઢ. ભાવનગર, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ બનાસકાંઠા, પાટણ, કચ્છ. મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહેસાણા, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.

News18 Gujarati


આ તારીખો દરમિયાન અહીંયા માટે કરાઈ વરસાદની આગાહી

25 તેમજ 26 તારીખની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તે સિવાય વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે.

News18 Gujarati


35 તાલુકામાં વરસ્યો વરસાદ.. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 35 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 33 એમએમ વરસાદ વરસ્યો હતો જ્યારે ખેડાના નડિયાદમાં પણ 33 એમએમ વરસાદ વરસ્યો હતો. સુરતના ચોરાસીમાં 23 એમએમ વરસાદ જ્યારે વલસાડના ઉમરગામમાં 21 એમએમ વરસાદ વરસ્યો હતો. તાપીના કુકારમુંડામાં 15 એમએમ વરસાદ વરસ્યો છે.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .