Gujarat Weather Analysis : આજે આ વિસ્તારોના વાતાવરણમાં આવી શકે છે પલટો, જાણો હવામાનને લઈ શું કરવામાં આવી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-15 13:24:37

ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ઠંડક પ્રસરી રહી છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા તે આગાહી સાચી સાબિત થઈ રહી છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ અચાનક આવેલા વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આજ માટે પણ અનેક વિસ્તારો માટે માવઠાની આગાહી કરવામાં આવી છે..



આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

રાજ્યમાં અનેક તરફ અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો પરંતુ ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. અનેક ભાગોમાં ગઈકાલે વરસાદ આવ્યો હતો અને આજે પણ અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી   આગાહી છે.    


ખેડૂતોને આવે છે રડવાનો વારો!

જગતના તાતની હાલત પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. તો બીજી તરફ વરસાદી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચે છે અને તેમને નુકસાની ભોગવવાનો વારો આવે છે. ગઈકાલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવ્યો હતો જેમાં અમદાવાદના અનેક ભાગોનો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ તથા અંબાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે હમણા ભલે વરસાદ થવાને કારણે વાતાવરણમાં ઠંડક આવી છે પરંતુ આવનાર દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે