Gujarat Weather : રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો, માવઠાને લઈ કરાઈ આગાહી, જાણો કેવું રહેશે આગામી દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-01-24 10:04:19

સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આ વખતે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. એક તરફ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરો એવા હતા જ્યાંનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. સામાન્ય રીતે નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાતું હોય છે પરંતુ આ વખતે સૌથી ઓછું તાપમાન ડીસાનું નોંધાયું છે. 

IMD warns of cold wave in Gujarat | Gujarat: રાજ્યમાં આજથી ફરી વધશે ઠંડી,  જાણો કચ્છમાં કેટલા દિવસ કોલવેવની કરાઇ આગાહી?

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. પોરબંદરનું તાપમાન 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર નહીં આવે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે, 

As per unseasonal rain falls on gujrat these district | Gujarat Rain:  કમોસમી વરસાદની આગાહી મુજબ રાજ્યના આ જિલ્લામાં પડ્યો ગાજવીજ સાથે વરસાદ

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા  

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી સાંભળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે ઠંડી વધારે વધવાને કારણે લોકો તાપણ કરતા પણ દેખાયા હતા. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે ઠંડીને કારણે.. મહત્વનું છે કે શિયાળાની શરૂઆતમાં માવઠું આવ્યું હતું જેને કારણે ઠંડીનો મોડેથી અહેસાસ થયો હતો.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે