Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? આ જગ્યાઓ માટે કરવામાં આવી હિટવેવની આગાહી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 11:27:18

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે... હવામાન વિભાગે છઠ્ઠી અને સાતમી તારીખના રોજ પોરબંદર, ભાવનગર અને દીવ માટે હીટવેવની આગાહીની આગાહી કરી છે... 9મી તારીખ સુધી રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે..


આગામી દિવસો માટે કરવામાં આવી હિટવેવની આગાહી

ગુજરાતના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે... એપ્રિલ મહિનામાં ભારે તાપ સહન કરવો પડ્યો હતો અને મે મહિનામાં ગરમી સહન કરવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... તાપમાનનો પારો અનેક જગ્યાઓ પર 40 ડિગ્રીને વટાવી ચૂક્યો છે અને આગામી દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ વધારે થઈ શકે છે... 43 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે...! 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે... પોરબંદર, ભાવનગર, સુરત અને દીવ માટે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે.. આવતી કાલે મતદાન થવાનું છે. 42 ડિગ્રી આસપાસ અમદાવાદ તેમજ ગાંધીનગરનું તાપમાન પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે... રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસાનું તાપમાન 38.7, ગાંધીનગરનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું હતું, 



ગરમીથી બચવા શું કરવું જોઈએ? 

જ્યારે વલ્લભ વિદ્યાનગર અને વડોદરાનું તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતં. સુરતનું તાપમાન 40.0 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.0 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી શકે છે. ગરમીથી બચવા માટે અનેક ઉપાયો કરવા જોઈએ.. કામ વગર ઘરથી બહાર ના નિકળવું જોઈએ... વધારે પાણી તેમજ લિક્વિડ પદાર્થોનું સેવન કરવું જોઈએ.. 




દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.