Gujarat Weather - જાણો કડકડતી ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી?


  • Published By :
  • Published Date : 2024-11-09 18:44:30

એક સમય હતો જ્યારે લોકો ચોમાસાની રાહ જોતા હતા... આ વખતનું ચોમાસું લાંબુ ચાલ્યું.. વરસાદે જતા જતા ધધબાટી બોલાવી હતી જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.. પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે... ખેડૂતો પાયમાલ થઈ ગયા છે...ચોમાસું ક્યારે વિદાય લેશે તેની રાહ ખેડૂતો જોતા હતા... શિયાળાની શરૂઆત ક્યારે થશે તેની રાહ જોઈ રહ્યા છે... રવિ પાકનું વાવેતર કરવાની રાહ જોવાઈ રહી છે... ત્યારે શિયાળો ક્યારે શરૂ થશે તેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે...

આવનાર દિવસોમાં આવી શકે છે ચક્રવાત!

અંબાલાલ પટેલે ના માત્ર શિયાળાની આગાહી કરી છે પરંતુ આવનાર દિવસોમાં માવઠાની પણ આગાહી કરી છે... શિયાળાના આગમન પહેલા વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે... આગાહી કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી કાતિલ ઠંડીનો અહેસાસ નહીં થાય.. તે ઉપરાંત પશ્ચિમી વિક્ષેપો સાથે અરબ સાગરના ચક્રવાતી પવનો ફૂંકાય, તો માવઠું પણ થઈ શકે છે... તે ઉપરાંત 18થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત  આવવાની સંભાવના પણ રહી છે...


આ તારીખ દરમિયાન પડી શકે છે કડકડતી ઠંડી

શિયાળાની વાત કરતા તેમણે જણાવ્યું કે ડિસેમ્બરમાં ઠંડીની શરૂઆત થઈ જશે... 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... મહત્વનું છે કે સામાન્ય રીતે આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જવી જોઈએ પરંતુ બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે... બપોરે બહાર નિકળીએ તો લાગે કે ઉનાળો જ ચાલી રહ્યો છે...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.