Gujarat Weather : આ તારીખો દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં પડશે કાળઝાળ ગરમી! જાણો ગરમીને લઈ Paresh Goswamiએ શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-14 18:39:43

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.. તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે ગરમીથી રાહત મળી છે.. પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાનનો  પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

16 તારીખ બાદ વધશે તાપમાનનો પારો!

એક તરફ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન હતા. ચોમાસું ક્યારે આવશે તેની રાહ જોતા હતા ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો જેને કારણે તાપમાનનો પારો ઘટી ગયો અને ગરમીથી લોકોને રાહત મળી.. આગામી ત્રણ દિવસ દરમિયાન પણ કમોસમી વરસાદ વરસવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. 16 તારીખ સુધી તો આવું વાતાવરણ રહેશે પરંતુ તે બાદ ગરમી વધી જશે તેવી આગાહી કરવામાં આવી છે.


કઈ જગ્યાઓ પર થશે ગરમીનો અહેસાસ? 

17 તારીખ બાદ અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 42-43 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે.. અમદાવાદ, ગાંધીનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, દાહોદ, કપડવંજ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ભયંકર ઉંચો જઈ શકે છે તેવી વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે 17થી 22 તારીખ દરમિયાન ભયંકર ગરમી સહન કરવી પડશે..     




વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.