Gujarat Weather : આ વિસ્તારો માટે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ અને યલો એલર્ટ, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-06-27 16:38:34

રાજ્યમાં મેઘસવારી આવી પહોંચી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યા પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં આ વરસાદી માહોલ હજી પણ વધારે જામશે.. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. આજ અને આવતીકાલ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. આગામી થોડા કલાકો માટે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે.

Image


ImageImage

આ જિલ્લાઓ માટે જાહેર કરાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મોરબી, જામનગર, રાજકોટ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે... તે ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, વલસાડ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે  સિવાય આવતી કાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Image

વરસાદને કારણે જગતના તાતની ઘટી ચિંતા

તે ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી., ભાવનગર, આણંદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે..  મહત્વનું છે કે વરસાદી માહોલ જામતા જગતના તાતની ચિંતા ઘટી છે.. ખુશખુશાલ ખેડૂતો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે 2 જુલાઈ સુધીની આગાહી કરી છે.     

Image


Image



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.