Gujarat Weather - હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આપ્યું Orange અને Yellow Alert, જાણી લો આગાહીમાં તમારો વિસ્તાર તો નથીને...


  • Published By :
  • Published Date : 2024-08-02 11:19:34

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અનેક વિસ્તારો એવા હતા જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.. વરસાદને કારણે મચેલી તબાહીના દ્રશ્યો અનેક જગ્યાઓથી સામે  આવ્યા છે. ઘેડ પંથક, ભરૂચ જેવા વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી હતી. મહત્વનું છે કે થોડા દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 



આ વિસ્તારો માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે.. પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે આગાહી કરી છે. આજ માટે કરેલી આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય આવતી કાલ માટે આપવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, આણંદ, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.




પાંચમી તારીખ સુધીમાં આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

તે સિવાય ભાવનગર, ભરૂચ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..ચોથી ઓગસ્ટની વાત કરીએ તો કચ્છ. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ. ભરૂચ, તાપી, ડાંગ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સુરત, નવસારી, વલસાડ. દમણ , દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..પાંચમી ઓગસ્ટ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.