Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી ભારે વરસાદની આગાહી! ક્યાંક અપાયું ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-28 11:18:17

ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.. ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વખતે ચોમાસાની પધરામણી વહેલા થઈ ગઈ હતી પરંતુ આવતાની સાથે જ ચોમાસું નબળું પડી ગયું તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી .. પરંતુ ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. કોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કોઈ વિસ્તાર હજી પણ વરસાદની પ્રતિક્ષામાં છે.. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજે ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય અનેક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. 

Image


આ જિલ્લાઓ માટે અપાયું ઓરેન્જ અને યલો એલર્ટ 

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, આણંદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય સુરત, નવસારી, ડાંગ, વલસાડ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. બાકી રહેલા જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળે વરસાદ વરસી શકે છે. 29 તારીખે સાર્વત્રિક વરસાદ વરસી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે. 



ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો રાજ્યના 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે સાબરકાંઠાના પોશીનામાં 1.84 ઈંચ વરસાદ વરસ્યો છે સાથે સાથે બનાસકાંઠાના દાંતીવાડામાં, વલસાડના ઉંમરગાંવમાં, કચ્છના ભુજમાં તેમજ નખત્રાણામાં અને ભાવનગરના મહુવામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી ગઈ છે. ગીર સોમનાથમાં એનડીઆરએફ ટીમનું આગમન થઈ ગયું છે. ગુજરાતમાં કુલ 8 ટીમોને તૈનાત કરવામાં આવી છે. 




રસ્તાઓ બેટમાં ફરવાઈ ગયા..!

મહત્વનું છે કે ગુજરાતમાં પડેલા થોડા વરસાદમાં પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. અનેક રસ્તાઓ પર પાણી પર ભરાઈ ગયા છે. રસ્તા પર પાણી પાણી થઈ ગયું છે.. આ તો હજી વરસાદની શરૂઆત છે આગળ વધારે વરસાદ આવશે ત્યારે કેવી હાલત થશે તેનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે પછી તમે વરસાદની પ્રતિક્ષામાં છો તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.