Gujarat Weather : હવામાન વિભાગે આ વિસ્તારો માટે કરી વરસાદની આગાહી! ક્યાંક ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-06 12:23:51

થોડા સમય પહેલા વાતાવરણમાં આવેલા પલટાને કારણે લાગતું હતું કે હવે ગરમીથી રાહત મળશે..  વરસાદ આવશે અને ગરમીથી મુક્તિ મળશે.. પરંતુ એકાએક ગરમીમાં વધારો થયો.. વરસાદની આતુરતા પૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે.. બુધવારે અનેક ભાગોનું તાપમાન 40 ડિગ્રી નીચે નોંધાયું હતું પરંતુ ગરમીનો અહેસાસ તો પણ થતો હતો.. હાલ એવું વાતાવરણ અનેક જગ્યાઓનું થઈ ગયું છે કે કોઈ વખત  એકદમ તડકો હોય તો કોઈ વખત એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 



આ વખતે ગરમીએ તોડ્યો અનેક વખતનો રેકોર્ડ

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. વરસાદની ચાતક નજરે લોકો રાહ જોઈ રહ્યા છે.. આ વખતનો ઉનાળો એકદમ કપરો સાબિત થયો. આ વખતે ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ગરમીનો માર સહન કરવો પડ્યો.. 50 ડિગ્રીને પાર તાપમાનનો પારો નોંધાયો.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 


ક્યાં માટે કરવામાં આવી વરસાદની આગાહી? 

બુધવારે ક્યાં કેટલી ગરમી નોંધાઈ તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી. વલ્લભવિદ્યાનગરનું તાપમાન 40.9 જ્યારે વડોદરાનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું.. સુરતનું તાપમાન 36.2 જ્યારે વલસાડનું તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું હતું.. ભાવનગરનું તાપમાન 37.4 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે વેરાવળનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું..  તે સિવાય આવતી કાલ એટલે 7 જૂન  માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભારે પવન અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.  



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.