Gujarat Weather : ચોમાસું ગમે ત્યારે દઈ શકે છે દસ્તક, જાણો આગામી દિવસો માટે શું કરાઈ આગાહી? આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-07 11:29:58

વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે..કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસહ્ય ગરમી થતા અનેક લોકો બિમારીની ઝપેટમાં આવી ગયા છે.. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તે અંગેની માહિતી સામે આવી છે.. મુબંઈમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલા માટે ગમે ત્યારે ચોમાસું ગુજરાતમાં દસ્તક દઈ શકે છે.. ગુજરાતના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે..


ક્યાં ક્યારે આવી શકે છે વરસાદ? 

કઈ તારીખે ક્યાં પડશે વરસાદ તેની વાત કરીએ તો સાતમી તેમજ આઠમી તારીખે દાહોદ, ડાંગ, તાપી, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે.  9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં 10 તારીખે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે..  11 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મહત્વનું છે કે એક તરફ વરસાદની આગાહી કરાઈ રહી છે પરંતુ બીજી તરફ તાપમાનનો પારો નીચે નથી આવી રહ્યો... અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો ગુરૂવારે 42.0 ડિગ્રી જ્યારે ડીસાનું 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 41.8 જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે ભાવનગરનું તાપમાન 37.6 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી જલ્દી થાય અને આ કાળઝાળ ગરમીથી જલ્દી રાહત મળે તેવી આશા..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે