Gujarat Weather : કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા! જાણો હવામાન વિભાગે કયા વિસ્તારો માટે કરી વરસાદની આગાહી? ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 12:33:09

એક તરફ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે તો કોઈ જગ્યાએ આકાશમાંથી આગ વરસાવતી ગરમી પડી રહી છે.. થોડા દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવ્યો હતો, ઠંડક પ્રસરી હતી જેને કારણે લાગતું હતું કે બસ ચોમાસાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ ફરી એક વખત ગરમીના પારાએ માથું ઉચક્યું જેને કારણે ગરમીનો અહેસાસ થવા લાગ્યો. આ બધા વચ્ચે હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે.


વરસાદની આતુરતાથી લોકો જોઈ રહ્યા છે રાહ

ગરમીથી લોકો કંટાળી ગયા છે.. ગરમીથી છુટકારો જલ્દી મળે તેની રાહ જોઈ રહ્યા છે.. વાદળછાયું વાતાવરણ જ્યારે થાય છે ત્યારે લોકોને આશા જાગે છે કે ચોમાસું આસપાસ છે. મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસાની પધરામણી થશે. એમાં પણ આશા ત્યારે વધે વરસાદની જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય.. હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસો દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.. 15 જૂનની આસપાસ ચોમાસુ બેસી શકે છે.


આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

વરસાદને લઈ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તાપી, નવસારીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ.છોટા ઉદેપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ગઈ છે.. વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત મળશે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

શુક્રવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.00 ડિગ્રી જ્યારે ડીસાનું તાપમાન 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 42.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતનું તાપમાન 38.1 ડિગ્રી જ્યારે વલસાડનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. તમારા વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો કે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..