Gujarat Weather : ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ, આ શહેરનું તાપમાન નોંધાયું 45 ડિગ્રીને પાર, જાણો તમારે ત્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-20 13:52:51

ગુજરાતના લોકો કાળઝાળ ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... મે મહિનામાં ગરમીનું વિકરાળ રૂપ જોવા મળી રહ્યું છે.. આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગરમીએ ગુજરાતમાં 45 ડિગ્રી તાપમાનને વટાવી દીધું છે.. રાજ્યના અનેક ભાગોના વિસ્તારો એવા હતા જ્યાંનું તાપમાન 44 ડિગ્રી ઉપર નોંધાયું હોય.. સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું નોંધાયું છે 45.3 જ્યારે અમદાવાદનું તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું છે.. 


ઉનાળાની થઈ હતી આકરી શરૂઆત

કાળઝાળ ગરમીનો અહેસાસ હમણાં રાજ્યવાસીઓને થઈ રહ્યો છે.. ગરમીનો આંકડો જાણે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે તેવું લાગી રહ્યું છે.. આ વર્ષની ગરમી આકરી રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી અને વાત સાચી પણ સાબિત થઈ રહી છે.. ઉનાળાની શરૂઆતમાં તાપમાનનો પારો એટલો બધો હતો કે લોકો વિચારતા હતા કે હમણાં આ હાલત છે તે મે મહિનામાં શું થશે? 


ચોમાસાની જોવાઈ રહી છે આતુરતાથી રાહ

મે મહિનામાં ભુક્કા બોલાઈ જાય તેવી ગરમી પડી રહી છે..45 ડિગ્રીનો આંકડો ગરમી પાર કરી ચૂકી છે.. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ તે બાદ ફરીથી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે.. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે... હીટવેવની આગાહી પણ જાહેર કરવામાં આવી હતી.. પ્રતિદન ગરમીનો પારો વધી રહ્યો છે.. ચોમાસું ક્યારે બેસશે તેની આતુરતાથી રાહ લોકો જોઈ રહ્યા છે..


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું જ્યારે ડીસાનું તાપમાન 45.1 ડિગ્રી નોંધાયું હતું. તે ઉપરાંત ગાંધીનગરનું તાપમાન 44.2, વડોદરાનું તાપમાન 44, વલસાડનું તાપમાન 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજનું તાપમાન 42.8 ડિગ્રી, અમરેલી - ભાવનગરમાં 44.6 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું જલ્દી બેસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. 



વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.

ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે...

આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે..

અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે...