Gujarat Weather : આ વિસ્તારોમાં રહેતા લોકો થઈ જજો સાવધાન.. જાણો 2 જુલાઈ સુધી કેવું રહેશે વાતાવરણ અને આજે ક્યાં આવશે વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 11:51:15

રાજ્યમાં મેઘરાજા ક્યારે જમાવટ કરશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા હતા.. આ વખતે ચોમાસાનું આગમન તો ચાર દિવસ પહેલા થઈ ગયું હતું પરંતુ વરસાદ વરસવાની શરૂઆત થોડા દિવસોથી થઈ છે.. અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા.. મન મૂકીને વરસાદ પડે તેની પ્રતિક્ષા લોકો જોઈ રહ્યા છે... રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 84 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો હતો.

Image

29 તારીખ સુધી ક્યાં આવી શકે છે વરસાદ? 

હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. 28,29 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના ઘણો સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. 30 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મોટા ભાગોના સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે બાકી રહેલા વિસ્તારોના ઘણા સ્થળો પર વરસાદ વરસી શકે છે. 

Image

ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય પહેલી જૂલાઈની વાત કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગરના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તે ઉપરાંત બાકી રહેલા જિલ્લાઓના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. બીજી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.   

Image

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

મળતી માહિતી અનુસાર સૌથી વધારે વરસાદ મોરબીના ટંકારામાં નોંધાયો છે. તે સિવાય ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢમાં પણ ત્રણ ઈંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો  હતો. તે સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. મહત્વનું છે કે વરસાદ થવાને કારણે જગતના તાતમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. 

Image


Image

Image


અનેક જગ્યાઓની વરસાદ લઈ શકે છે મુલાકાત!

અનેક સ્થળો એવા છે જ્યાં થોડા ટાઈમ માટે વરસાદ આવે છે..થોડા ટાઈમ માટે પધરામણી કરે છે અને પછી જતા રહે છે, જેના કારણે વધારે બફારાનો સામનો લોકોને કરવો પડે છે. વધારે ઉકળાટનો સામનો લોકોને કરવો પડે છે. સારો વરસાદ આવે અને વાતાવરણમાં ઠંડક પ્રસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો... 



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...