Gujarat Weather - રાજ્યના આ ભાગમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની શું છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-09-28 15:17:46

ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.. અનેક વિસ્તારોમાં મેહુલો મન મૂકીને વરસી રહ્યો છે... ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે.. બે ત્રણ દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો તો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રસ્ત થઈ ગયા.. જૂનાગઢમાં તો જાણે નદીઓ વહેતી હોય તેવું લાગે છે..તે ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.. અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે... ત્યારે આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..

 


કયા વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નર્મદા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે...  તે સિવાય મોટા ભાગના વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ. નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. તે સિવાય છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, અરવલ્લી માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે...


 

પરેશ ગોસ્વામીની આગાહી શું છે? 

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.  જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા ઓછી છે.. તે સિવાય  દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડમાં આજે વરસાદ જોવા મળી શકે છે.. મહત્વનું છે કે આ વખતનું ચોમાસુ લાંબુ છે.. સારો વરસાદ થવાને કારણે રાજ્યમાં અત્યારસુધીમાં અનેક ડેમો ભરાઈ ગયા છે...179 જેટલા જળાશયો હાઈએલર્ટ પર છે અથવા તો એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.. ત્યારે  તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.