Gujarat Weather : ઘટ્યો તાપમાનનો પારો અને વધ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન અને શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-12-26 10:49:58

ઠંડીના ચમકારાનો અનુભવ રાજ્યમાં સતત થઈ રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પોતાની આંખોની સામે પાક બળી જશે તેનો ડર ખેડૂતોને સતાવી રહ્યો હતો. કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી પરંતુ તે ખોટી સાબિત થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. આવનાર દિવસોમાં ઠંડીનો અહેસાસ વધારે થશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે જેને કારણે તીવ્ર ઠંડીનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ઠંડીનો ચમકારો, ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી |  winter 2019 break past years record cold wave in Gujarat

હિલસ્ટેશન જેવો ગુજરાતમાં થઈ રહ્યો છે અનુભવ 

ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 17 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આવનાર દિવસોમાં આ પારો હજી પણ ગગડી શકે છે જેને કારણે ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડી સહન કરવી પડશે. જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. વહેલી સવારે તેમજ રાત્રે ઠંડીનો જોરદાર અનુભવ થઈ રહ્યો છે જેને કારણે લોકોને એવો અનુભવ થઈ રહ્યો છે જાણે કે તે હિલસ્ટેશન પર હોય, નાતાલના દિવસે ગુજરાતમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 16.3 ડિગ્રી પર પહોંચ્યું હતું. 


આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો થશે અનુભવ  

દેશના અનેક ભાગોમાં ખાસકરીને ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઠંડા પવન ફૂંકાવવાને કારણે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર પડી રહી છે. ગુજરાતમાં ધીરે ધીરે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના પારામાં સતત ઘટાડો થતા ઠંડીનો  અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં વધારે ઠંડીનો અનુભવ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ આવી ઠંડીનો અહેસાસ થતો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે પડેલી ઠંડીની વાત કરીએ તો અમદાવાદમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડીસાનું તાપમાન 13.4 ડિગ્રી, જ્યારે નલિયાનું તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું.

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

તે ઉપરાંત સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી, કેશોદમાં 15.5 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 15.2 ડિગ્રી, સુરતનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું છે. ભુજનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ઠંડીનો પારો હજી વધારે ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ ગરમીની સાથે માવઠાનું જોર વધશે, એપ્રિલ-મેમાં શું  થશે?

માવઠાને લઈ અંબાલાલ કાકાએ કરી આ આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાને લઈ આગાહી કરી છે. જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થતા રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે. ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અરબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેને લઈ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદ થવાની સંભવાના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.