Gujarat Weather : 11 તારીખ બાદ આ જગ્યાઓ માટે કરાઈ કમોસમી વરસાદની આગાહી, જાણો શું તમારા ત્યાં આવશે માવઠું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-10 11:44:28

ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..  હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. 11 તારીખ બાદ અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આ આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.. જો વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.. 

News18 Gujarati

જગતના તાતને થાય છે કમોસમી વરસાદથી ભારે નુકસાન

હવામાનમાં આવતા ફેરફારની સીધી અસર આપણને નથી થતી, ગરમીમાં વરસાદ પડે તો આપણને થાય કે ચલો ગરમીથી થોડી રાહત મળશે.. પરંતુ આપણે જગતના તાત દ્વારા પાક પાછળ કરવામાં આવેલી મહેનતને ભૂલી જઈએ છીએ.. પાક સારો જાય એની આશા સાથે તે પાકની સાર સંભાળ લે છે.. સંતાનની જેમ ઉછેરે છે પરંતુ જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે તેમની મહેનત પર પાણી ફરી જાય છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે... 12 તારીખ બાદ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. 

News18 Gujarati

News18 Gujarati

ક્યારે ક્યાં માટે કરવામાં આવી કમોસમી વરસાદની આગાહી? 

11 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં વરસાદ વરસી શકે છે જ્યારે અરવલ્લી., સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ સહિતના ભાગોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય 12 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. વલસાડ. નવસારી, ડાંગ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં 14 તારીખ દરમિયાન કમોસમી વરસાદ વરસી શકે છે જ્યારે 15 તારીખે વલસાડ, ડાંગ, તાપી તેમજ નવસારીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

News18 Gujarati

News18 Gujarati

ગુરૂવારે ક્યાં કેટલી નોંધાઈ ગરમી? 

ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43.0 મહત્તમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 40.7 જ્યારે ગાંધીનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.8 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.0 ડિગ્રી નોંધાયું હતું. વલસાડનું તાપમાન 34.8 ડિગ્રી જ્યારે દમણનું તાપમાન 33.8 ડિગ્રી, ભુજનું તાપમાન 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. અમરેલીનું તાપમાન 41.2 ડિગ્રી તાપમાન, દ્વારકાનું તાપમાન 33.1 ડિગ્રી નોંધાયું હતું..   



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.