Gujarat Weather : 16 તારીખ સુધી આ જિલ્લાઓમાં આવી શકે છે કમોસમી વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2024-05-14 11:46:31

આપણા રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.. ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે. પાંચ જેટલા તાલુકાઓ તો એવા હતા જ્યાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે તબાહી મચી છે.. ત્યારે 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું સંકટ રહેલું છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. 


ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં અનિયમિતતા સર્જાઈ છે.. કમોસમી વરસાદ ગમે ત્યારે આવી જાય છે.. શિયાળાની શરૂઆતમાં પણ  માવઠું આવ્યું હતું તો ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવી રહ્યો છે... ગઈકાલથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે જેને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ પડ્યો છે.. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે...  14 તારીખે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે..


15 તારીખ માટે કરવામાં આવી આ આગાહી

તે ઉપરાંત અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર, મહેસાણા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.. તે ઉપરાંત 15 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ વરસી શકે છે... 


આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ 

16 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આગાહી અનુસાર ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નર્મદા, છોટા ઉદેપુર, આણંદ, તાપી, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.. મહત્વનું છે કે કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતા વધી છે..પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે...   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે